અફલાકાઙ્ક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇજ્યતે ।
યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્ત્વિકઃ ॥ ૧૧॥
અફલ-આકાંક્ષાભિ:—ફલાકાંક્ષા રહિત; યજ્ઞ:—યજ્ઞ; વિધિ-દૃષ્ટ:—શાસ્ત્રોક્ત વિધિ અનુસાર; ય:—જે; ઈજ્યતે—કરાય છે; યષ્ટવ્યયમ્-એવ-ઈતિ—એ રીતે જ કરવો જોઈએ; મન:—મન; સમાધાય—દૃઢ નિશ્ચય સાથે; સ:—તે; સાત્ત્વિક:—સાત્ત્વિક.
BG 17.11: જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ફળની અપેક્ષા વિના, મનના દૃઢ નિશ્ચય સાથે કર્તવ્ય સમજીને કરવામાં આવ્યો હોય, તે સત્ત્વગુણી પ્રકૃતિનો યજ્ઞ છે.
યજ્ઞની પ્રકૃતિ પણ ત્રણ ગુણોને અનુરૂપ હોય છે. શ્રીકૃષ્ણ યજ્ઞના પ્રકારોની વ્યાખ્યાનો પ્રારંભ સત્ત્વગુણી પ્રકાર સાથે કરે છે. અફલ-આકાંક્ષાભિ: અર્થાત્ યજ્ઞ ફળની આકાંક્ષા વિના કરવો જોઈએ. વિધિ દૃષ્ટ: અર્થાત્ તે વૈદિક શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે જ કરવો જોઈએ. યષ્ટવ્યયમ્ એવૈતિ અર્થાત્ તે કેવળ ભગવાનની આરાધના માટે કરવો જોઈએ, જે શાસ્ત્રોની અપેક્ષાનુસાર હોય. જયારે આ પ્રમાણે યજ્ઞ કરવામાં આવે છે ત્યારે તેને સત્ત્વગુણી યજ્ઞની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
અફલાકાઙ્ક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇજ્યતે ।
યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્ત્વિકઃ ॥ ૧૧॥
જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ફળની અપેક્ષા વિના, મનના દૃઢ નિશ્ચય સાથે કર્તવ્ય સમજીને કરવામાં આવ્યો હોય, તે સત્ત્વગુણી પ્રકૃતિનો …
Sign in to save your favorite verses.
Sign Inપવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!
Welcome 🙏
Here's what you've unlocked
Bookmarks
Save verses for quick return
Notes
Write your own reflections
Progress
Track all 18 chapters
Verse of the Day
A new shloka in your inbox daily