અચ્છેદ્યોઽયમદાહ્યોઽયમક્લેદ્યોઽશોષ્ય એવ ચ ।
નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોઽયં સનાતનઃ ॥ ૨૪॥
અચ્છેદ્ય—અતૂટ; અયમ્—આ આત્મા; અદાહ્ય—બાળી ન શકાય એવો; અયમ્—આ આત્મા; અક્લેદ્ય:—ભીંજવી શકાય નહીં એવો; અશોષ્ય:—સૂકવી શકાય નહીં તેવો; એવ—નક્કી; ચ—અને; નિત્ય—ચિરસ્થાયી; સર્વગત:—સર્વવ્યાપી; સ્થાણુ:—અપરિવર્તનશીલ; અચલ:—સ્થિર; અયમ્—આ આત્મા; સનાતન:—સદા નિત્ય.
BG 2.24: આ આત્મા અખંડ અને અદાહ્ય છે, તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. તે ચિરસ્થાયી, સર્વવ્યાપક, અટલ, અચળ અને સનાતન છે.
આત્માના અમરત્વનો મુદ્દો અહીં પુન: ધ્યાન આકર્ષિત કરે છે. એક શિક્ષક માટે કેવળ જ્ઞાન પ્રદાન કરવું પર્યાપ્ત નથી; તે જ્ઞાનને ઉપયોગી બનાવવા માટે, તે વિદ્યાર્થીના હૃદયમાં ઊંડું ઉતરવું જોઈએ. આ કારણે એક નિપુણ શિક્ષક અગાઉ કહેલા વિષયોને ઘણી વાર પુનરાવર્તિત કરે છે. સંસ્કૃત સાહિત્યમાં આને ‘પુનરુક્તિ’ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે અગત્યના આધ્યાત્મિક સિદ્ધાંતો પર ભાર મૂકીને, આ સિદ્ધાંતો તેના વિદ્યાર્થીએ ઊંડાણપૂર્વક ગ્રહણ કર્યા છે કે કેમ તે ખાતરી કરવા વારંવાર પુનરુક્તિનો ઉપયોગ સાધન તરીકે કર્યો છે.
અચ્છેદ્યોઽયમદાહ્યોઽયમક્લેદ્યોઽશોષ્ય એવ ચ ।
નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોઽયં સનાતનઃ ॥ ૨૪॥
આ આત્મા અખંડ અને અદાહ્ય છે, તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. તે ચિરસ્થાયી, સર્વવ્યાપક, અટલ, અચળ અને …
Sign in to save your favorite verses.
Sign In
તમે શોધી રહેલાં જ્ઞાન સુધી સીધા પહોંચો
પવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!
Welcome 🙏
Here's what you've unlocked
Bookmarks
Save verses for quick return
Notes
Write your own reflections
Progress
Track all 18 chapters
Verse of the Day
A new shloka in your inbox daily