એતન્મે સંશયં કૃષ્ણ છેત્તુમર્હસ્યશેષતઃ ।
ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે ॥૩૯॥
એતત્—આ; મે—મારો; સંશયમ્—સંદેહ; કૃષ્ણ—શ્રીકૃષ્ણ; છેત્તુમ્—દૂર કરવા; અર્હસિ—તમે કરી શકો છે; અશેષત:—પૂર્ણપણે; ત્વત્—આપનાથી; અન્ય:—અન્ય; સંશયસ્ય—સંદેહનો; અસ્ય—આ; છેત્તા—નિવારણ કરનાર; ન—કદાપિ નહીં; હિ—નિશ્ચિત; ઉપપદ્યતે—ઉચિત છે.
BG 6.39: હે શ્રીકૃષ્ણ! કૃપા કરીને મારા આ સંદેહનું પૂર્ણપણે નિવારણ કરો, કારણ કે આપના અતિરિક્ત અન્ય કોણ તે કરી શકે તેમ છે?
સંદેહ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે અને સંદેહનું નિવારણ કરવાની શક્તિ જ્ઞાનમાંથી આવે છે. શાસ્ત્રોનાં જ્ઞાતાઓ સૈદ્ધાંતિક જ્ઞાન ધરાવતા હોય છે, જે સંદેશનું નિવારણ કરવા માટે પર્યાપ્ત નથી, કારણ કે શાસ્ત્રોમાં અનેક વિરોધાભાસ રહેલા છે જેનું સમાધાન કેવળ અનુભૂતિ દ્વારા જ થઈ શકે છે. ભગવદ્-પ્રાપ્ત સંતો આવા અનુભૂત જ્ઞાનથી સંપન્ન હોય છે, જે સીમિત માત્રામાં હોય છે. તેઓ સર્વજ્ઞ હોતા નથી. આવા ભગવદ્-પ્રાપ્ત સંતો સંશયના નિવારણ માટેની શક્તિ ધરાવતા હોય છે પરંતુ તેઓ ભગવાન કે જે સર્વજ્ઞ છે, તેમની સાથે સ્પર્ધા કરી શકતા નથી. કેવળ ભગવાન સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે અને તેથી જેમ સૂર્ય અંધકારનું નિવારણ કરવા માટે સક્ષમ છે તેવી જ રીતે ભગવાન સર્વ અજ્ઞાનને દૂર કરવા માટે પરમ સમર્થ છે.
એતન્મે સંશયં કૃષ્ણ છેત્તુમર્હસ્યશેષતઃ ।
ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે ॥૩૯॥
હે શ્રીકૃષ્ણ! કૃપા કરીને મારા આ સંદેહનું પૂર્ણપણે નિવારણ કરો, કારણ કે આપના અતિરિક્ત અન્ય કોણ તે કરી શકે તેમ …
Sign in to save your favorite verses.
Sign In
તમે શોધી રહેલાં જ્ઞાન સુધી સીધા પહોંચો
પવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!
Welcome 🙏
Here's what you've unlocked
Bookmarks
Save verses for quick return
Notes
Write your own reflections
Progress
Track all 18 chapters
Verse of the Day
A new shloka in your inbox daily