Bhagavad Gita: Chapter 1, Verse 44

ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।
નરકેઽનિયતંs વાસો ભવતીત્યનુશુશ્રુમ ॥ ૪૪॥

ઉત્સન્ન:—વિનષ્ટ; કુળ-ધર્માણામ્—કુળ પરંપરાવાળા; મનુષ્યાણામ્—આવા મનુષ્યોનો; જનાર્દન—હે કૃષ્ણ, જીવમાત્રના પાલનહાર; નરકે—નરકમાં; અનિયતમ્—અનિશ્ચિત; વાસ:—નિવાસ; ભવતિ—થાય છે; ઇતિ—એમ; અનુશુશ્રુમ્—વિદ્વાનો પાસે મેં સાંભળ્યું છે.

Translation

BG 1.44: હે જનાર્દન (શ્રી કૃષ્ણ)! મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે, જે લોકો કુળધર્મનો નાશ કરે છે, તેઓ અનિશ્ચિતકાળ સુધી નરકમાં નિવાસ કરે છે.