યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા ।
તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંઽશસમ્ભવમ્ ॥૪૧॥
યત્ યત્—જે જે (કંઈ), વિભૂતિમત્—ઐશ્વર્ય; સત્ત્વમ્—અસ્તિત્વ; શ્રી-મત્—સુંદર; ઊર્જીતમ્—તેજસ્વી; એવ—પણ; વા—અથવા; તત્ તત્—તે તે (સર્વ); એવ—કેવળ; અવગચ્છ—જાણ; ત્વમ્—તુ; મમ—મારાં; તેજ:—તેજ; અંશ—અંશ; સમભવમ્—ઉત્પન્ન.
Translation
BG 10.41: તું જે કંઈ સૌંદર્ય, ઐશ્વર્ય અથવા તેજસ જોવે, તેને મારા તેજના અંશમાંથી ઉત્પન્ન એક તણખો જાણ.
Commentary
સ્પીકર માં પ્રવાહિત થતો વિદ્યુત ધ્વનિનું સર્જન કરે છે પરંતુ જે વિદ્યુતના સિદ્ધાંતને જાણતો નથી, તે એમ માની શકે છે કે ધ્વનિ સ્પીકરમાંથી આવે છે. એ જ રીતે, આપણે જયારે અને ક્યારેય પણ અસાધારણ તેજ જોઈએ છીએ, જે કંઈ આપણી કલ્પના શકિતને આકર્ષિત કરે છે, તે આપણામાં હર્ષોલ્લાસ જન્માવે છે તથા આપણને આનંદથી પરિપ્લુત કરી દે છે, તેને આપણે અન્ય કંઈ ન માનીને ભગવાનના ઐશ્વર્યનો એક ચમકાર જાણવો જોઈએ. તેઓ સૌન્દર્ય, તેજ, શક્તિ, જ્ઞાન તથા ઐશ્વર્યનાં અનંત ભંડાર છે. તેઓ એ વિદ્યુત-ગૃહ છે, જેમાંથી સર્વ પ્રાણીઓ અને પદાર્થો તેમનું તેજ પ્રાપ્ત કરે છે. આમ, આપણે ભગવાનને, કે જેઓ સર્વ તેજનાં સ્ત્રોત છે, તેમને આપણી ભક્તિનો વિષય બનાવવો જોઈએ.