Bhagavad Gita: Chapter 11, Verse 25

દંષ્ટ્રાકરાલાનિ ચ તે મુખાનિ
દૃષ્ટ્વૈવ કાલાનલસન્નિભાનિ ।
દિશો ન જાને ન લભે ચ શર્મ
પ્રસીદ દેવેશ જગન્નિવાસ ॥ ૨૫॥

દન્ષ્ટ્રા—દાંત; કરાલાનિ—ભયંકર; ચ—અને; તે—આપનો; મુખાનિ—મુખોને; દૃષ્ટવા— જોઈને; એવ—ખરેખર; કાલ-અનલ—મૃત્યુરૂપી અગ્નિ; સન્નિભાનિ—સદૃશ; દિશ:—દિશા; ન—નહીં; જાને—જાણ; ન—નહીં; લભે—હું પ્રાપ્ત કરું; ચ—અને; શર્મ—શાંતિ; પ્રસીદ—પ્રસન્ન થાઓ; દેવ-ઈશ—દેવોના સ્વામી; જગત્-નિવાસ—સમગ્ર બ્રહ્માંડના આશ્રય.

Translation

BG 11.25: આપના પ્રલયાગ્નિ સમા મુખોને અને વિકરાળ દાંતોને જોઈને, હું ભૂલી જાઉં છું કે હું ક્યાં છું અને જાણતો નથી કે મારે ક્યાં જવું છે. હે દેવાધિદેવ! આપ તો સમગ્ર બ્રહ્માંડના આશ્રય છો; કૃપા કરીને મારા પર દયા કરો.

Commentary

અર્જુન જે વિશ્વરૂપનું દર્શન કરે છે, તે શ્રીકૃષ્ણની વિભૂતિનો કેવળ અન્ય ભાગ છે અને તે તેમનાથી અભિન્ન છે. અને છતાં, એના દર્શનથી અર્જુન શ્રીકૃષ્ણ પ્રત્યે મિત્રતાની જે અનુભૂતિ પૂર્વે કરતો હતો, તે સૂકાઈ ગઈ અને તેનું સ્થાન ભયે લઈ લીધું. ભગવાનનાં અનેક અદ્ભુત અને આશ્ચર્યકારક ભયંકર પ્રાગટ્યો જોઈને અર્જુન હવે ભયભીત થઈ ગયો છે અને તેને એમ લાગે છે કે શ્રીકૃષ્ણ તેના પર ક્રોધિત છે. તેથી તે દયાની પ્રાર્થના કરી રહ્યો છે.