Bhagavad Gita: Chapter 11, Verse 6

પશ્યાદિત્યાન્વસૂન્ રુદ્રાનશ્વિનૌ મરુતસ્તથા ।
બહૂન્યદૃષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત ॥ ૬॥

પશ્ય—જો; આદિત્યાન્—અદિતિના બાર પુત્રો; વસૂન્—(આઠ) વસુઓ; રુદ્રાન્—(અગિયાર) રુદ્રો; અશ્વિનૌ—(બે) અશ્વિનીકુમારો; મરુત:— (ઓગણચાળીસ) મરુતો; તથા—અને; બહુનિ—અનેક; અદૃષ્ટ—અપ્રગટ; પૂર્વાણિ—પહેલાં; પશ્ય—જો; આશ્ચર્યાણિ—આશ્ચર્યોને; ભારત—અર્જુન,ભરતવંશીઓમાં શ્રેષ્ઠ.

Translation

BG 11.6: હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના (બાર) પુત્રો, (આઠ) વસુઓ, (અગિયાર) રુદ્રો, (બે) અશ્વિનીકુમારો તેમજ (ઓગણચાળીસ) મરુતો તથા પૂર્વે અપ્રગટ આશ્ચર્યોને જો.

Commentary

ભગવાનના વિશ્વરૂપમાં કેવળ પૃથ્વી પર વિદ્યમાન આશ્ચર્યો જ નહિ પરંતુ પૂર્વે એકસાથે આ પ્રકારે ન જોયેલાં ઉચ્ચતર ગ્રહમંડળનાં આશ્ચર્યો પણ સમાવિષ્ટ છે. તેઓ આગળ એ પણ જણાવે છે કે સર્વ સ્વર્ગીય દેવતાઓ તેમના દિવ્ય સ્વરૂપના સૂક્ષ્મ અંશ છે; તેઓ તેમનામાં બાર આદિત્યો, આઠ વસુઓ, અગિયાર રુદ્રો, બે અશ્વિનીકુમારો તેમજ ઓગણચાળીસ મરુતોનું પણ દર્શન કરાવે છે.

અદિતિને બાર પુત્રો છે: ધાતા, મિત્રા, અર્યમા, શક્રા, વરુણ, અંશ, ભાગા, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વસ્થા, વામન.

આઠ વસુઓ છે: દારા, ધ્રુવ, સોમા, અહાહ, અનિલા, અનલા, પ્રત્યુષ, પ્રભાસ.

અગિયાર રુદ્રો છે: હર, બહુરૂપ, ત્ર્યંબક, અપરાજિત, વૃષકપિ, શંભુ, ક્પર્દી, રૈવત, મૃગવ્યાધ, સર્વ, કપાલી.

ઓગણચાળીસ મરુતો (વાયુ દેવો) છે: સત્ત્વજ્યોતિ, આદિત્ય, સત્યજ્યોતિ, તિર્યગજ્યોતિ, સજ્યોતિ, જ્યોતિષમાન, હરિત, ઋતજીત, સત્યજીત, સુષેણ, સેનાજીત, સત્યમિત્ર, અભિમિત્ર, હરિમિત્ર, કૃત, સત્ય, ધ્રુવ, વિધાર્ત, વિધારય, ધ્વંત, ધૂની, ઉગ્ર, ભીમ, અભિયુ, સક્ષીપ, ઈદ્રિક, અન્યદ્રિક, યદ્રિક, પ્રતિકૃત, રુક, સમિતિ, સંમ્રામ્ભા, ઈદ્રીક્ષા, પુરુષ, અન્યદ્રિક્ષા, ચેતસ, સમિત, સમીદ્રિક્ષા, પ્રતિદ્રીક્ષા, મારુતિ, સરતા, દેવ, દિશ, યજૂહ, અનુદ્રિક, સામ, માનુષ, અને વિશ.