Bhagavad Gita: Chapter 13, Verse 1

અર્જુન ઉવાચ ।
પ્રકૃતિં પુરુષં ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞમેવ ચ ।
એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ ॥ ૧॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; પ્રકૃતિમ્—માયિક પ્રકૃતિ; પુરુષમ્—ભોક્તા; ચ—અને; એવ—વાસ્તવમાં; ક્ષેત્રમ્—કર્મોનું ક્ષેત્ર; ક્ષેત્ર-જ્ઞમ્—ક્ષેત્રને જાણનાર; એવ—પણ; ચ—પણ; એતત્—આ; વેદિતુમ્—જાણવું; ઇચ્છામિ—હું ઈચ્છું છું; જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞેયમ્—જ્ઞાનનો ઉદ્દેશ્ય; ચ—અને; કેશવ—કૃષ્ણ, કેશી નામક દૈત્યના સંહારક.

Translation

BG 13.1: અર્જુને કહ્યું, “હે કેશવ, હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે? હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાન શું છે અને આ જ્ઞાનનું લક્ષ્ય શું છે?