Bhagavad Gita: Chapter 13, Verse 4

તત્ક્ષેત્રં યચ્ચ યાદૃક્ચ યદ્વિકારિ યતશ્ચ યત્ ।
સ ચ યો યત્પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ ॥ ૪॥

તત્—તે; ક્ષેત્રમ્—કર્મક્ષેત્ર; યત્—જે; ચ—અને; યાદૃક્—તેની પ્રકૃતિ; ચ—અને; યત્-વિકારી—જે પરિવર્તનો તેમાં થાય છે; યત:—જેનાથી; ચ—પણ; યત્—જે; સ:—તે; ચ—પણ; ય:—જે; યત્-પ્રભાવ:—જેનો પ્રભાવ; ચ—અને; તત્—તે; સમાસેન—સંક્ષેપમાં; મે—મારા દ્વારા; શ્રુણુ—સાંભળ.

Translation

BG 13.4: હવે તું મારી પાસેથી આ સર્વ વિષે સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર અને તેની પ્રકૃતિ શું છે. તેની અંતર્ગત પરિવર્તનો કેવી રીતે થાય છે, તે શેમાંથી ઉત્પન્ન થાય છે, કર્મક્ષેત્રનો જ્ઞાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે, એ પણ હું સ્પષ્ટ કરીશ.

Commentary

હવે શ્રીકૃષ્ણ સ્વયં અનેક પ્રશ્નો પ્રસ્તુત કરે છે અને અર્જુનને તેના ઉત્તરો ધ્યાનપૂર્વક સાંભળવા માટે કહે છે.