Bhagavad Gita: Chapter 17, Verse 21

યત્તુ પ્રત્યુપકારાર્થં ફલમુદ્દિશ્ય વા પુનઃ ।
દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દાનં રાજસં સ્મૃતમ્ ॥ ૨૧॥

યત્—જે; તુ—પરંતુ; પ્રતિ-ઉપકાર-અર્થમ્—બદલામાં કશુક મેળવવા માટે; ફલમ્—ફળ; ઉદ્દેશ્ય—અપેક્ષા; વા—અથવા; પુન:—ફરીથી; દીયતે—અપાય છે; ચ—અને; પરિક્લિષ્ટમ્—અનિચ્છાએ; તત્—તે; દાનમ્—દાન; રાજસમ્—રજોગુણી; સ્મૃતમ્—મનાય છે.

Translation

BG 17.21: પરંતુ અનિચ્છાએ, પ્રત્યુપકારની આકાંક્ષા સાથે અથવા તો ફળની અપેક્ષા સાથે કરવામાં આવેલા દાનને રજોગુણી માનવામાં આવે છે.

Commentary

દાનનો શ્રેષ્ઠતમ ભાવ તો એ છે કે તે માગ્યા વિના આપવામાં આવે. અન્ય શ્રેષ્ઠ ભાવ એ છે કે, વિનંતી કરવામાં આવે ત્યારે સહર્ષ દાન કરવામાં આવે. ત્રીજો ભાવ એ છે કે માગવામાં આવે ત્યારે સંકુચિત ભાવથી આપવામાં આવે અથવા તો પશ્ચાત્ દિલગીરી અનુભવાય કે “મેં શા માટે આટલું બધું આપી દીધું? હું અલ્પ માત્રામાં દાન કરીને છુટકારો મેળવી શકત.” શ્રીકૃષ્ણ આવા દાનને રાજસિક શ્રેણીમાં વર્ગીકૃત કરે છે.