Bhagavad Gita: Chapter 18, Verse 32

અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા ।
સર્વાર્થાન્વિપરીતાંશ્ચ બુદ્ધિઃ સા પાર્થ તામસી ॥ ૩૨॥

અધર્મમ્—અધર્મ; ધર્મમ્—ધર્મ; ઈતિ—આ પ્રમાણે; યા—જે; મન્યતે—માને છે; તમસ-આવૃત્તા—તમસથી આવૃત્ત; સર્વ-અર્થાન્—સર્વ પદાર્થો; વિપરીતાન્—વિરુદ્ધ; ચ—અને; બુદ્ધિ:—બુદ્ધિ; સા—તે; પાર્થ—પૃથાપુત્ર,અર્જુન; તામસી—તમોગુણી.

Translation

BG 18.32: જે બુદ્ધિ તમસથી આવૃત્ત હોય છે, તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે, તે તામસી બુદ્ધિ છે.

Commentary

તામસિક બુદ્ધિ ઉત્કૃષ્ટ જ્ઞાનના પ્રકાશથી રહિત હોય છે. તેથી, તે અધર્મને ધર્મ માનવાની ગેરસમજ કરે છે. ઉદાહરણ તરીકે મદ્યપ મદ્યાર્ક પ્રદત્ત નશા પ્રત્યે આસક્ત હોય છે. તેથી, તેની તમસના અંધકારના ધુમ્મસથી આવૃત્ત દુર્બળ બુદ્ધિ, મદ્યપાનથી થતા અધ:પતનનો બોધ પણ કરી શકતી નથી અને મદિરાની બીજી બોટલ મેળવવા માટે તેને પોતાની મિલકત વેચી નાખવામાં પણ કોઈ વાંધો હોતો નથી. તામસિક બુદ્ધિમાં તર્કસંગતતા અને નિર્ણયશક્તિનો ક્ષય થઇ જાય છે.