Bhagavad Gita: Chapter 18, Verse 70

અધ્યેષ્યતે ચ ય ઇમં ધર્મ્યં સંવાદમાવયોઃ ।
જ્ઞાનયજ્ઞેન તેનાહમિષ્ટઃ સ્યામિતિ મે મતિઃ ॥ ૭૦॥

અધ્યેષ્યતે—અભ્યાસ; ચ—અને; ય:—જે; ઈમમ્—આ; ધર્મ્યમ્—પવિત્ર; સંવાદમ્—સંવાદ; આવયો:—આપણા બંનેનો; જ્ઞાન—જ્ઞાનરૂપી; યજ્ઞેન-તેન—જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા; અહમ્—હું; ઇષ્ટ:—પૂજાયેલો; સ્યામ્—હોઈશ; ઈતિ—આવો; મે—મારો; મતિ:—અભિપ્રાય.

Translation

BG 18.70: અને હું ઘોષણા કરું છું કે જે લોકો આપણા આ પવિત્ર સંવાદનું અધ્યયન કરશે, તે (તેમની બુદ્ધિ દ્વારા) જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા મારી આરાધના કરશે; એવો મારો અભિપ્રાય  છે.

Commentary

શ્રીકૃષ્ણે વારંવાર અર્જુનને તેની બુદ્ધિ તેમને સમર્પિત કરવા (શ્લોક સં. ૮.૭, ૧૨.૮) કહ્યું છે. તેનો અર્થ એવો થતો નથી કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાનું બંધ કરી દઈએ; પરંતુ તેનો અર્થ છે કે આપણે બુદ્ધિનો ઉપયોગ આપણી ક્ષમતાને શ્રેષ્ઠ બનાવીને ભગવાનની આપણા માટેની જે ઈચ્છા છે, તેની પરિપૂર્તિ માટે કરીએ. ભગવદ્દ ગીતાના ઉપદેશથી આપણે સમજી શકીએ છીએ કે તેમની ઈચ્છા શું છે. તેથી, જે લોકો આ પવિત્ર સંવાદનું અધ્યયન કરે છે, તેઓ તેમની બુદ્ધિ દ્વારા ભગવાનની આરાધના કરે છે.