યદા તે મોહકલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ ।
તદા ગન્તાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ॥ ૫૨॥
યદા—જયારે; તે—તારા; મોહ—ભ્રમ; કલિલમ્—ગાઢ જંગલ; બુદ્ધિ:—બુદ્ધિ; વ્યતિતરિષ્યતિ—પાર કરી જશે; તદા—ત્યારે; ગન્તા અસિ—તું પ્રાપ્ત કરીશ; નિર્વેદમ્—ઉદાસીન; શ્રોતવ્યસ્ય—જે હજી સાંભળવા યોગ્ય છે; શ્રુતસ્ય—સાંભળેલા; ચ—અને.
Translation
BG 2.52: જયારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે, ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે, (આ સંસારના તેમજ પરલોકના સુખો) તે સર્વ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ.
Commentary
શ્રી કૃષ્ણે અગાઉ કહ્યું હતું કે, જેઓ સંસારી સુખો પ્રત્યે આસકત હોય છે, તેઓ વેદોના આલંકારિક શબ્દોથી આકર્ષિત થાય છે, જે સંસારી ઐશ્વર્ય તેમજ સ્વર્ગલોક પ્રાપ્ત કરવા માટે ભવ્ય કર્મકાંડોનો પ્રચાર કરે છે. (શ્લોક નં. ૨.૪૨-૨.૪૩) પરંતુ, જેમની બુદ્ધિ આધ્યાત્મિક જ્ઞાનથી પ્રકાશિત છે તેઓ સાંસારિક સુખોને, દુ:ખોના અગ્રદૂત માનીને તેની ઝંખના રાખતા નથી. પશ્ચાત્ આવી વ્યક્તિઓને વૈદિક કર્મકાંડોમાં રુચિ રહેતી નથી. મુન્ડકોપનિષદ્દ કહે છે:
પરીક્ષ્ય લોકાન્કર્મચિતા ન્ બ્રાહ્મણો
નિર્વેદમાયાન્નાસ્ત્યકૃતઃ કૃતેન (૧.૨.૧૨)
“સકામ કર્મોથી પ્રાપ્ત થયેલા સુખો વર્તમાન જીવનમાં તેમજ દૈવીય લોકોમાં અલ્પકાલીન તથા દુ:ખોથી મિશ્રિત હોય છે, એ જ્ઞાત થયા પશ્ચાત્ જ્ઞાની સાધુઓ વૈદિક કર્મકાંડોથી પર રહે છે.”