Bhagavad Gita: Chapter 3, Verse 19

તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર ।
અસક્તો હ્યાચરન્કર્મ પરમાપ્નોતિ પૂરુષઃ ॥ ૧૯॥

તસ્માત્—તેથી; અસક્ત:—આસક્તિરહિત; સતતમ્—નિરંતર; કાર્યમ્—કર્તવ્ય; કર્મ—કર્મ; સમાચર—કર; અસક્ત:—અનાસક્ત; હિ—નિશ્ચિત; આચરન્—કરતો રહી; કર્મ—કાર્ય; પરમ્—પરમેશ્વર; આપ્નોતિ—પ્રાપ્ત કરે છે, પુરુષ:—મનુષ્ય.

Translation

BG 3.19: તેથી આસક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કર, કારણકે, ફળમાં આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે.

Commentary

શ્લોક નં. ૩.૮ થી ૩.૧૬ સુધી શ્રીકૃષ્ણ ભારપૂર્વક ઉપદેશ આપે છે કે, જેમણે હજી સુધી સિદ્ધાવસ્થા પ્રાપ્ત નથી કરી તેમણે નિયત કર્તવ્યોનું પાલન કરવું અનિવાર્ય છે. શ્લોક નં. ૩.૧૭ અને ૩.૧૮માં તેમણે સ્પષ્ટ કર્યું છે કે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરેલા મહાપુરુષો માટે નિયત કર્તવ્યોનું પાલન કરવું અનિવાર્ય નથી. તેથી, અર્જુન માટે કયો માર્ગ સર્વોચિત છે? શ્રીકૃષ્ણ તેને કર્મયોગી થવાનું સૂચન કરે છે, કર્મ-સંન્યાસ લેવાનું નહીં. તેઓ આ માટેના કારણની અભિવ્યક્તિ શ્લોક નં. ૩.૨૦ થી ૩.૨૬માં કરે છે.