પરસ્તસ્માત્તુ ભાવોઽન્યોઽવ્યક્તોઽવ્યક્તાત્સનાતનઃ ।
યઃ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ ॥ ૨૦॥
પર:—પરમ; તસ્માત્—તેનાથી; તુ—પરંતુ; ભાવ:—સર્જન; અન્ય:—અન્ય; અવ્યક્ત:—અવ્યક્ત; અવ્યક્તતાત્—અવ્યક્તને; સનાતન:—સનાતન; ય:—જે; સ:—તે; સર્વેષુ—સર્વ; ભૂતેષુ—જીવોનો; નશ્યત્સુ—અસ્તિત્ત્વ સમાપ્તિ; ન—કદાપિ નહીં; વિનશ્યતિ—નષ્ટ થાય છે.
Translation
BG 8.20: આ વ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પર હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિમાણ છે. જયારે અન્ય સર્વનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી.
Commentary
સર્વ માયિક લોક અને તેમની અનિત્યતા અંગેની અભિવ્યક્તિ પૂર્ણ કરીને શ્રીકૃષ્ણ હવે આધ્યાત્મિક પરિમાણ અંગે વ્યાખ્યા કરે છે. તે માયિક શક્તિના અવકાશથી પરે છે અને ભગવાનની આધ્યાત્મિક યોગમાયા શક્તિથી સર્જાય છે. જયારે સર્વ માયિક લોકનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તેનો વિનાશ થતો નથી. શ્રીકૃષ્ણ શ્લોક ૧૦.૪૨માં નિર્દેશ કરે છે કે આધ્યાત્મિક આયામ એ ભગવાનના સમગ્ર સર્જનનો ત્રણ ચતુર્થાંશ (૩/૪ ભાગ) છે, જયારે માયિક આયામ એક ચતુર્થાંશ (૧/૪ ભાગ) છે.