Bhagavad Gita: Chapter 11, Verse 1

અર્જુન ઉવાચ ।
મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મસઞ્જ્ઞિતમ્ ।
યત્ત્વયોક્તં વચસ્તેન મોહોઽયં વિગતો મમ ॥ ૧॥

અર્જુન ઉવાચ—અર્જુને કહ્યું; મત્-અનુગ્રહાય—મારા પ્રત્યેના અનુગ્રહથી; પરમમ્—પરમ; ગુહ્યમ્—ગુહ્ય; અધ્યાત્મ-સંતમ્—આધ્યાત્મિક જ્ઞાન અંગે; યત્—જે; ત્વયા—તમારા દ્વારા; ઉક્તમ્—બોલાયેલું; વચ:—શબ્દો; તેન—તે દ્વારા; મોહ:—મોહ; અયમ્—આ; વિગત:—દૂર થયો; મમ—મારો.

Translation

BG 11.1: અર્જુને કહ્યું: મારા પરના અનુગ્રહ વશાત્ આપે પ્રગટ કરેલા પરમ ગુહ્ય આધ્યાત્મિક જ્ઞાનનું શ્રવણ કરીને મારો મોહ હવે દૂર થઈ ગયો છે.

Commentary

અર્જુન શ્રીકૃષ્ણની વિભૂતિઓ અંગે તથા પરમ પુરુષોત્તમના જ્ઞાનનું શ્રવણ કરીને વિભોર થઈ ગયો અને તેણે અનુભવ્યું કે તેનો મોહ હવે નષ્ટ થઈ ગયો છે. તેણે સ્વીકાર કર્યો કે શ્રીકૃષ્ણ માત્ર તેના પરમ મિત્ર જ નથી પરંતુ પરમ દિવ્ય વિભૂતિ છે, જે સૃષ્ટિનાં સર્વ ઐશ્વર્યોના સ્રોત છે. હવે, તે શ્રીકૃષ્ણે અનુગ્રહ કરીને જે અમૂલ્ય જ્ઞાન પ્રગટ કર્યું, તેનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરીને આ અધ્યાયનો પ્રારંભ કરે છે.