Bhagavad Gita: Chapter 11, Verse 31

આખ્યાહિ મે કો ભવાનુગ્રરૂપો
નમોઽસ્તુ તે દેવવર પ્રસીદ ।
વિજ્ઞાતુમિચ્છામિ ભવન્તમાદ્યં
ન હિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ્ ॥ ૩૧॥

આખ્યાહિ—કહો; મે—મને; ક:—કોણ; ભવાન્—આપ; ઉગ્ર-રૂપ:—ભયંકર રૂપ; નમ: અસ્તુ—નમસ્કાર; તે—આપને; દેવ-વર—દેવોના દેવ; પ્રસીદ—પ્રસન્ન થાઓ; વિજ્ઞાતુમ્—જાણવા; ઈચ્છામિ—ઈચ્છું છું; ભવન્તમ્—આપને; આદ્યમ્—આદિ; ન—નહી; હિ—કારણ કે; પ્રજાનામિ—જાણું છું; તવ—આપના; પ્રવૃત્તિમ્—પ્રયોજન.

Translation

BG 11.31: આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કહો. હે દેવોના ભગવાન! હું આપને નમન કરું છું; કૃપા કરીને મારા પર આપની કરુણા વર્ષા કરો. આપ, જેઓ સર્વ સર્જનથી પૂર્વે પણ વિદ્યમાન હતા તેવા આપને હું જાણવા ઈચ્છું છું કારણ કે હું આપની પ્રકૃતિ અને પ્રયોજનને સમજી શકતો નથી.

Commentary

પૂર્વે અર્જુને વિશ્વરૂપનાં દર્શન કરવા માટે પ્રાર્થના કરી હતી. જયારે શ્રીકૃષ્ણે તેનું દર્શન કરાવ્યું ત્યારે અર્જુન વિક્ષિપ્ત અને પ્રક્ષુબ્ધ થઈ ગયો. લગભગ અકલ્પનીય વૈશ્વિક ભવ્યતાના સાક્ષી બનીને હવે અર્જુન ભગવાનની પ્રકૃતિ તથા પ્રયોજનની અંતરંગતા જાણવા માંગે છે. એથી, તે એ પ્રશ્ન પૂછે છે કે “આપ કોણ છો અને આપનું પ્રયોજન શું છે?”