Bhagavad Gita: Chapter 8, Verse 5

અન્તકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ્ ।
યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ ॥ ૫॥

અન્ત-કાલે—મૃત્યુ સમયે; ચ—અને; મામ્—મને; એવ—એકલા; સ્મરન્—સ્મરણ; મુક્ત્વા—ત્યજીને; કલેવરમ્—શરીર; ય:—જે; પ્રયાતિ—જાય છે; સ:—તે; મત્-ભાવમ્—ભગવાન સમાન પ્રકૃતિ; યાતિ—પ્રાપ્ત કરે છે; ન—નહીં; અસ્તિ—છે; અત્ર—અહીં; સંશય:—સંદેહ.

Translation

BG 8.5: તેઓ જે મૃત્યુની ક્ષણે મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે, તેઓ મારી પાસે આવે છે. તેમાં નિશ્ચિતપણે કોઈ સંદેહ નથી.

Commentary

આગામી શ્લોકમાં શ્રીકૃષ્ણ એ સિદ્ધાંતની વ્યાખ્યા કરશે કે વ્યક્તિના આગામી જન્મનો નિર્ધાર મૃત્યુ સમયે તે વ્યક્તિની ચેતનાવસ્થા તેમજ તન્મયતાના ભાવને આધારે થાય છે. તેથી જો મૃત્યુ સમયે વ્યક્તિ ભગવાનના દિવ્ય નામ, રૂપ, ગુણ, લીલાઓ અને ધામમાં તલ્લીન રહે છે તો તે ભગવદ્-પ્રાપ્તિના મનોવાંછિત ધ્યેયની પ્રાપ્તિ કરશે. શ્રીકૃષ્ણ મદ્ભાવં શબ્દનો ઉપયોગ કરે છે જેનો અર્થ છે, ‘ભગવાન સમાન પ્રકૃતિ’. આ પ્રમાણે, જો મૃત્યુ સમયે વ્યક્તિની ચેતના ભગવાનમાં લીન હોય છે તો તે ભગવાનને પ્રાપ્ત કરે છે અને તેનું ચારિત્ર્ય ભગવાન સમાન થઈ જાય છે.