Bhagavad Gita: Chapter 17, Verse 12

અભિસન્ધાય તુ ફલં દમ્ભાર્થમપિ ચૈવ યત્ ।
ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસમ્ ॥ ૧૨॥

અભિસન્ધાય—ના દ્વારા પ્રેરિત; તુ—પરંતુ; ફલમ્—પરિણામ; દમ્ભ—ઘમંડ; અર્થમ્—ને માટે; અપિ—પણ; ચ—અને; એવ—નિશ્ચિતરૂપે; યત્—જે; ઈજ્યતે—કરવામાં આવે; ભરત-શ્રેષ્ઠ; અર્જુન, ભરતવંશમાં શ્રેષ્ઠ; તમ્—તે; યજ્ઞમ્—યજ્ઞ; વિદ્ધિ—જાણ; રાજસમ્—રજોગુણી.

Translation

BG 17.12: હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ સાંસારિક લાભાર્થે અથવા તો આડંબરના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તેને રજોગુણી યજ્ઞ જાણ.

Commentary

યજ્ઞ એ ભગવાન સાથેના વેપારનું રૂપ ધારણ કરે છે, જયારે તેનું અનુષ્ઠાન અતિ ધૂમધામથી કરવામાં આવે છે, કારણ કે તેની પાછળનો ઉદ્દેશ્ય તો સ્વાર્થયુક્ત જ હોય છે કે, “મને આનું શું ફળ પ્રાપ્ત થશે?” વિશુદ્ધ ભક્તિ એ છે કે જેમાં વ્યક્તિ કોઈપણ ફળની અપેક્ષા ન રાખે. શ્રીકૃષ્ણ કહે છે કે ભલે યજ્ઞ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવે, પરંતુ જો તે પ્રતિષ્ઠા, મોટાઈ ઈત્યાદિ જેવા ફળોની અપેક્ષા સાથે થયો હોય તો તે રજોગુણી યજ્ઞ છે.