Bhagavad Gita: Chapter 17, Verse 17

શ્રદ્ધયા પરયા તપ્તં તપસ્તત્ત્રિવિધં નરૈઃ ।
અફલાકાઙ્ક્ષિભિર્યુક્તૈઃ સાત્ત્વિકં પરિચક્ષતે ॥ ૧૭॥

શ્રદ્ધયા—શ્રદ્ધાથી; પરયા—દિવ્ય; તપ્તમ્—કરેલું; તપ:—તપશ્ચર્યા; તત્—તે; ત્રિ-વિધમ્—ત્રણ પ્રકારનું; નરૈ:—મનુષ્યો દ્વારા; અફલ-આકાંક્ષાભિ:—માયિક ફળની ઈચ્છા વિના; યુક્તૈ:—અડગ; સાત્ત્વિકમ્—સત્ત્વગુણી; પરિચક્ષતે—કહેવાય છે.

Translation

BG 17.17: જયારે પવિત્ર મનુષ્યો પ્રગાઢ શ્રદ્ધા સાથે, કોઈપણ માયિક ફળની અપેક્ષા વિના આ ત્રણ પ્રકારની તપશ્ચર્યાઓ કરે છે, ત્યારે તેમને સત્ત્વગુણી તપના રૂપે પદાંકિત કરવામાં આવે છે.

Commentary

કાયિક, વાચિક અને માનસિક તપનું શબ્દચિત્ર પ્રસ્તુત કર્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ હવે તેમના સતોગુણી પ્રકૃતિનાં લક્ષણોનો ઉલ્લેખ કરે છે. તેઓ કહે છે કે જ્યારે સાંસારિક લાભની પ્રાપ્તિ માટે તપ કરવામાં આવે છે ત્યારે તે તપશ્ચર્યા તેની પવિત્રતા ગુમાવી દે છે. તે ફળની આસક્તિ વિના નિષ્કામ રીતે થાય તે આવશ્યક છે. વળી, સફળતા અને નિષ્ફળતા દરમ્યાન તપના મહત્ત્વમાં આપણી શ્રદ્ધા અડગ રહેવી જોઈએ અને તેની સાધના આળસ કે અસુવિધાને કારણે સ્થગિત થવી જોઈએ નહીં.