અદેશકાલે યદ્દાનમપાત્રેભ્યશ્ચ દીયતે ।
અસત્કૃતમવજ્ઞાતં તત્તામસમુદાહૃતમ્ ॥ ૨૨॥
અદેશ—અપવિત્ર સ્થાને; કાલે—અપવિત્ર સમયે; યત્—જે; દાનમ્—દાન; અપાત્રેભ્ય:—કુપાત્ર મનુષ્યોને; ચ—અને; દીયતે—અપાય છે; અસત્-કૃતમ્—આદર વિના; અવજ્ઞાતમ્—તિરસ્કાર સાથે; તત્—તે; તામસમ્—તામસિક; ઉદાહ્રતમ્—કહેવાય છે.
Translation
BG 17.22: અને જે દાન અપવિત્ર સ્થાને અને અનુચિત સમયે કુપાત્ર મનુષ્યોને, આદરભાવ રહિત અથવા તિરસ્કાર સાથે આપવામાં આવે, તેને અવિદ્યા પ્રકૃતિનું દાન કહેવામાં આવે છે.
Commentary
તમોગુણી દાન ઉચિત સ્થાન, વ્યક્તિ, ભાવ અથવા સમયનો વિચાર કર્યા વિના કરવામાં આવે છે. તેનાથી કોઈ લાભદાયક ઉદ્દેશ્યની પ્રાપ્તિ થતી નથી. ઉદાહરણ તરીકે, જો મદિરાપાન કરતી વ્યક્તિને ધન આપવામાં આવે તો તે તેનો ઉપયોગ નશો કરવા માટે કરશે અને અંતે કોઈની હત્યા કરશે. હત્યારાને કર્મના સિદ્ધાંત પ્રમાણે ચોક્કસ દંડ મળશે. પરંતુ જે વ્યક્તિએ તેને દાન આપ્યું હશે, તે પણ આ અપરાધ માટે દોષપાત્ર ગણાશે. આ તમોગુણી દાનનું દૃષ્ટાંત છે, જે કુપાત્ર વ્યક્તિને આપવામાં આવ્યું હોય છે.