Bhagavad Gita: Chapter 17, Verse 11

અફલાકાઙ્ક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇજ્યતે ।
યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્ત્વિકઃ ॥ ૧૧॥

અફલ-આકાંક્ષાભિ:—ફલાકાંક્ષા રહિત; યજ્ઞ:—યજ્ઞ; વિધિ-દૃષ્ટ:—શાસ્ત્રોક્ત વિધિ અનુસાર; ય:—જે; ઈજ્યતે—કરાય છે; યષ્ટવ્યયમ્-એવ-ઈતિ—એ રીતે જ કરવો જોઈએ; મન:—મન; સમાધાય—દૃઢ નિશ્ચય સાથે; સ:—તે; સાત્ત્વિક:—સાત્ત્વિક.

Translation

BG 17.11: જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ફળની અપેક્ષા વિના, મનના દૃઢ નિશ્ચય સાથે કર્તવ્ય સમજીને કરવામાં આવ્યો હોય, તે સત્ત્વગુણી પ્રકૃતિનો યજ્ઞ છે.

Commentary

યજ્ઞની પ્રકૃતિ પણ ત્રણ ગુણોને અનુરૂપ હોય છે. શ્રીકૃષ્ણ યજ્ઞના પ્રકારોની વ્યાખ્યાનો પ્રારંભ સત્ત્વગુણી પ્રકાર સાથે કરે છે. અફલ-આકાંક્ષાભિ: અર્થાત્ યજ્ઞ ફળની આકાંક્ષા વિના કરવો જોઈએ. વિધિ દૃષ્ટ: અર્થાત્ તે વૈદિક શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે જ કરવો જોઈએ. યષ્ટવ્યયમ્ એવૈતિ અર્થાત્ તે કેવળ ભગવાનની આરાધના માટે કરવો જોઈએ, જે શાસ્ત્રોની અપેક્ષાનુસાર હોય. જયારે આ પ્રમાણે યજ્ઞ કરવામાં આવે છે ત્યારે તેને સત્ત્વગુણી યજ્ઞની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે.