અર્જુન ઉવાચ ।
કૈર્લિઙ્ગૈસ્ત્રીન્ગુણાનેતાનતીતો ભવતિ પ્રભો ।
કિમાચારઃ કથં ચૈતાંસ્ત્રીન્ગુણાનતિવર્તતે ॥ ૨૧॥
અર્જુન: ઉવાચ—અર્જુને પૂછયું; કૈ:—શેના દ્વારા; લિન્ગૈ:—લક્ષણો; ત્રીન્—ત્રણ; ગુણાન્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો; એતાન્—આ; અતીત:—ઓળંગી ગયેલો; ભવતિ—થાય છે; પ્રભો—હે પ્રભુ; કિમ્—શું; આચાર:—આચરણ; કથમ્—કેવી રીતે; ચ—અને; એતાન્—આ; ત્રીન્—ત્રણ; ગુણાન્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો; અતિવર્તતે—ઓળંગી જાય છે.
Translation
BG 14.21: અર્જુને પૂછયું: હે પ્રભુ! જે લોકો આ ત્રણ ગુણોથી ઉપર ઊઠી ગયેલા છે, તેમના લક્ષણો કયા છે? તેઓનું આચરણ કેવું હોય છે? તેઓ ગુણોના બંધનોને કેવી રીતે ઓળંગી જાય છે?
Commentary
અર્જુને શ્રીકૃષ્ણ પાસેથી ત્રણ ગુણોથી ઉપર ઉઠવાના ઉપદેશનું શ્રવણ કર્યું. તેથી, હવે તે આ ગુણો સંબંધિત ત્રણ પ્રશ્નો પૂછે છે. ‘લિન્ગૈ’ શબ્દનો અર્થ છે ‘લક્ષણો’. અર્જુનનો પ્રથમ પ્રશ્ન છે: “જે લોકો આ ત્રણ ગુણોથી પર થયેલા છે, તેમનાં લક્ષણો કયા છે?” ‘આચાર:’ શબ્દનો અર્થ છે “આચરણ”. અર્જુનનો દ્વિતીય પ્રશ્ન છે: “આવા ગુણાતીત લોકો કેવી રીતે આચરણ કરે છે?” ‘અતિવર્તતે’ શબ્દનો અર્થ છે, ‘ગુણાતીત’. તે ત્રીજો પ્રશ્ન એ પૂછે છે કે, “કોઈ મનુષ્ય ત્રણ ગુણોને કેવી રીતે પાર કરે છે?” શ્રીકૃષ્ણ સુવ્યવસ્થિત રીતે તેના પ્રશ્નોના ઉત્તર આપે છે.