Bhagavad Gita: Chapter 1, Verse 19

સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ ।
નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલોઽભ્યનુનાદયન્ ॥ ૧૯॥

સ:—તે, ઘોષ:—ધ્વનિ, ધાર્તરાષ્ટ્રાણામ્—ધૃતરાષ્ટ્રના પુત્રો, હૃદયાનિ—હૃદયો, વ્યદારયત્—વિદીર્ણ કર્યા, નભ:—આકાશ, ચ—અને, પૃથ્વીમ્—પૃથ્વીને, ચ—અને, એવ—નિ:સંદેહ, તુમુલ—ગગનભેદી, અભ્યનુનાદયન—ગર્જના કરીને.

Translation

BG 1.19: હે ધૃતરાષ્ટ્ર, આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા શંખોના આ વિભિન્ન ગગનભેદી નાદોથી તમારા પુત્રોનાં હૃદય વિદીર્ણ થઈ ગયા.

Commentary

પાંડવ સેના દ્વારા ફૂંકવામાં આવેલા વિવિધ શંખોના નાદોથી કૌરવ સેનાના સૈનિકોના હૃદયો વિદીર્ણ થઈ ગયા. જો કે, કૌરવોની સેના દ્વારા તેમના શંખો ફૂંકવામાં આવ્યા, તેનો કોઈ પ્રતિકૂળ પ્રભાવ પાંડવોની સેના પર થવાનો ઉલ્લેખ થયો નથી. પાંડવોએ શ્રી કૃષ્ણનો આશ્રય લીધો હોવાથી, તેમને પૂર્ણ શ્રદ્ધા હતી કે તેઓનું રક્ષણ થશે. બીજી બાજુ કૌરવો પોતાના બળનો આશરો લેવાના કારણે અને તેમના અંતરાત્મા ગુનાઓના અપરાધભાવથી ગ્રસ્ત હોવાનાં કારણે પરાજયના ડરથી ભયભીત થઈ ગયા.