Bhagavad Gita: Chapter 1, Verse 41

અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ।
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસઙ્કરઃ ॥ ૪૧॥

અધર્મ—અધર્મ; અભિભવાત્—પ્રાધાન્ય હોવાથી; કૃષ્ણ—શ્રી કૃષ્ણ; પ્રદુષ્યન્તિ—વ્યભિચારીણી થઈ જાય છે; કુળ-સ્ત્રીય:—કુળની સ્ત્રીઓ; સ્ત્રીષુ—સ્ત્રીઓનું; દુષ્ટાસુ—વ્યભિચારી થઈ જાય છે; વાર્ષેણય—હે વૃશની વંશી; જાયતે—ઉત્પન્ન થાય છે; વર્ણ-સંકર:—અવાંછિત સંતતિ.

Translation

BG 1.41: અધર્મની પ્રબળતા સાથે, હે કૃષ્ણ! કુળની સ્ત્રીઓ વ્યભિચારીણી થઈ જાય છે અને પતિત સ્ત્રીઓ દુષિત થવાથી હે વૃષ્ણીવંશી! અવાંછિત સંતતિઓ ઉત્પન્ન થાય છે.

Commentary

વૈદિક સંસ્કૃતિમાં સ્ત્રીઓને સમાજમાં ખૂબ ઉચ્ચ સ્થાન આપ્યું છે અને સ્ત્રીઓમાં સદાચારિતાના ગુણોની આવશ્યકતાને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. તેથી મનુ સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે, “યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા:” (૩.૫૬) અર્થાત્,“જ્યાં સ્ત્રીઓ શુદ્ધ અને સદાચારી જીવન વ્યતીત કરે છે અને તેમની શુદ્ધતા માટે સમગ્ર સમાજ દ્વારા તેને પૂજવામાં આવે છે, ત્યાં સ્વર્ગીય દેવતાઓ પ્રસન્ન થાય છે.” આમ છતાં, જયારે સ્ત્રીઓ અનૈતિક થઈ જાય છે, ત્યારે બેજવાબદાર પુરુષો વ્યભિચારમાં પ્રવૃત્ત થઈને તેમનો ગેરલાભ ઉઠાવે છે; જેને કારણે અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે.