Bhagavad Gita: Chapter 1, Verse 9

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ ।
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ ॥ ૯॥

અન્ય—અન્ય, ચ—પણ, બહવ:—અનેક, શૂરા:—મહાયોદ્ધાઓ, મત્-અર્થે—મારા માટે, ત્યકત-જીવિતા:—પ્રાણ ત્યજવા તત્પર, નાના-શસ્ત્ર—પ્રહરણ:-વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જિત, સર્વે—સર્વ, યુદ્ધ-વિશારદ:—યુદ્ધવિદ્યામાં પારંગત.

Translation

BG 1.9: આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે, જેઓ મારા માટે જીવન ત્યજવા તત્પર છે. તેઓ યુદ્ધવિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે.