Bhagavad Gita: Chapter 1, Verse 24

સઞ્જય ઉવાચ ।
એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત ।
સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ॥ ૨૪॥

સઞ્જય ઉવાચ—સંજય બોલ્યા, એવમ્—એ રીતે, ઉક્ત:—સંબોધાયેલા, હૃષીકેશ:—શ્રી કૃષ્ણ, ઈન્દ્રિયોના સ્વામી, ગુડાકેશેન્—અર્જુન, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળો, ભારત—ભરતના વંશજ, સેનયો:—સેનાઓની, ઉભયો:—બંને, મધ્યે—વચ્ચે, સ્થાપયિત્વા—સ્થિત કર્યો, રથ-ઉત્તમમ્—ઉત્તમ રથ.

Translation

BG 1.24: સંજય બોલ્યા—હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પશ્ચાત્, શ્રી કૃષ્ણે તે ભવ્ય રથને બંને સૈન્યો મધ્યે લઈ જઈને ઊભો રાખી દીધો.