Bhagavad Gita: Chapter 1, Verse 8

ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિઞ્જયઃ ।
અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ॥ ૮॥

ભવાન્—આપ, ભીષ્મ:—ભીષ્મ, ચ—અને, કર્ણ:—કર્ણ, ચ—અને, કૃપ:—કૃપાચાર્ય, ચ—અને, સમિતિઞ્જયઃ—સંગ્રામમાં સદા વિજયી, અશ્વત્થામા—અશ્વત્થામા, વિકર્ણ:—વિકર્ણ, ચ—અને, સૌમદત્તિ:—સોમદત્તનો પુત્ર, તથા—એમ, એવ—નક્કી, ચ—પણ.

Translation

BG 1.8: આ સેનામાં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે, કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે.