અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ ।
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ॥ ૧૧॥
અયનેષુ—વ્યૂહાત્મક સ્થાનોમાં, ચ—પણ, સર્વેષુ—સર્વત્ર, યથા-ભાગમ્—પોતપોતાનાં નિશ્ચિત સ્થાનો પર, અવસ્થિતા:—અવસ્થિત, ભીષ્મમ્—પિતામહ ભીષ્મને, એવ—કેવળ, અભિરક્ષન્તુ—સુરક્ષા કરવી, ભવન્ત:—આપ, સર્વે—સર્વ, એવ હિ—નિશ્ચિતપણે.
Translation
BG 1.11: આથી હું સર્વ યોદ્ધાગણોને આગ્રહ કરું છું કે, આપ સૌ પોતપોતાના મોરચાનાં સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિત રહીને પણ પિતામહ ભીષ્મને પૂરેપૂરી સહાયતા કરો.
Commentary
દુર્યોધનને લાગતું હતું કે ભીષ્મ તેની સેનાને પ્રેરણા અને જુસ્સો પૂરો પાડવા માટે નિર્બળ પુરવાર થશે. તેથી જ તેણે તેની સેનાના સેનાનાયકોને પોતપોતાના સ્થાનો પર અડગ રહીને સાથોસાથ ચારેય બાજુથી ભીષ્મની સુરક્ષા કરવા કહ્યું.