Bhagavad Gita: Chapter 1, Verse 42

સઙ્કરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ ।
પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ ॥ ૪૨॥

સંકર:—વર્ણસંકર,અવાંછિત સંતાનો; નરકાય—નારકીય જીવન માટે; એવ—નિશ્ચિત; કુળઘ્નાનામ્—કુળનો વિનાશ કરનારા માટે; કુલસ્ય—કુળ માટે; ચ—પણ; પતન્તિ—પતન થાય છે; પિતર:—પિતૃઓ; હિ—ખરેખર; એષામ્—;એમનાં; લુપ્ત—લુપ્ત થયેલ; પિંડોદક ક્રિયા:—પિંડદાનની ક્રિયા.

Translation

BG 1.42: આવાં વર્ણસંકર સંતાનોની વૃદ્ધિ, કુળ તથા કુળનો વિનાશ કરનાર બંને માટે નિ:સંદેહ નારકીય જીવનમાં પરિણમે છે. પિંડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવાં પતિત કુળોનાં વંચિત પૂર્વજો અધ:પતન પામે છે.