પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ ।
પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ ॥ ૧૫॥
પાઞ્ચજન્યમ્—પંચજન્યમ નામનો શંખ, હૃષીક-ઈશ:—શ્રીકૃષ્ણ, જેઓ મન અને ઇન્દ્રિયોના સ્વામી છે, દેવદત્તમ્—દેવદત્ત નામનો શંખ, ધનમ-જય:—ધન જીતી લાવનાર, અર્જુન, પૌણ્ડ્રમ્—પૌણ્ડ્ર નામનો શંખ, દધ્મૌ—ફૂંક્યો, મહા-શઙ્ખમ્—પ્રચંડ શંખ, ભીમ-કર્મા—અતિ માનુષી કર્મ કરનાર, વૃક-ઉદર:—ખાઉધરો.
Translation
BG 1.15: ભગવાન હૃષીકેશે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુને દેવદત્ત શંખ ફૂંક્યો અને અતિ માનુષી કાર્યો કરનાર અતિ ભોજી ભીમે તેનો પૌણ્ડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો.
Commentary
આ શ્લોકમાં હૃષીકેશ શબ્દનો ઉપયોગ શ્રી કૃષ્ણ માટે થયો છે, જેનો અર્થ છે, મન અને ઇન્દ્રિયોના સ્વામી. શ્રી કૃષ્ણ દરેક જીવના તથા સ્વયં પોતાના મન અને ઇન્દ્રિયોના સ્વામી છે. પૃથ્વી પર અદ્ભૂત લીલાઓ કરતી વખતે પણ તેમણે સ્વયંના મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણપણે સ્વામિત્વ જાળવ્યું હતું.