Bhagavad Gita: Chapter 7, Verse 9

પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ ।
જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ ॥ ૯॥

પુણ્ય:—શુદ્ધ; ગન્ધ:—સુગંધ; પૃથિવ્યામ્—પૃથ્વીમાં; ચ—અને; તેજ:—પ્રકાશ; ચ—અને; અસ્મિ—હું છું; વિભાવસૌ—અગ્નિમાં; જીવનમ્—જીવનબળ; સર્વ—સર્વ; ભૂતેષુ—પ્રાણીઓ; તપ:—તપ; ચ—અને; અસ્મિ—હું છું; તપસ્વીષુ—તપ કરનારામાં.

Translation

BG 7.9: હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓનું જીવનબળ છું અને તપસ્વીઓનું તપ છું.

Commentary

તેઓ કેવી રીતે સર્વ પદાર્થનું મૂળ તત્ત્વ છે તે અંગે વર્ણન કરતાં શ્રીકૃષ્ણ આગળ કહે છે. શારીરિક સુખની અવગણના અને આત્મ-શુદ્ધિ માટે તપશ્ચર્યાનો સ્વૈચ્છિક સ્વીકાર એ તપસ્વીઓની વિશેષતા છે. ભગવાન કહે છે કે તેઓ તપસ્વીઓની તપ માટેની ક્ષમતા છે. પૃથ્વીમાં તેઓ સુગંધ છે કે જે તેનો મૂળ ગુણ છે; અને અગ્નિમાં તેઓ જ્યોતનો પ્રકાશ છે.