Bhagavad Gita: Chapter 6, Verse 18

યદા વિનિયતં ચિત્તમાત્મન્યેવાવતિષ્ઠતે ।
નિઃસ્પૃહઃ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા ॥૧૮॥

યદા—જયારે; વિનિયતમ્—પૂર્ણ સંયમિત; ચિત્તમ્—મન; આત્મનિ—આત્માનો; એવ—નિશ્ચિત; અવતિષ્ઠતે—સ્થિત થાય છે; નિસ્પૃહ:—સ્પૃહા રહિત; સર્વ—સર્વ; કામેભ્ય:—ઇન્દ્રિયોની વાસના માટે; યુક્ત:—પૂર્ણ યોગમાં સ્થિત; ઇતિ—એ રીતે; ઉચ્યતે—કહેવાય છે; તદા—ત્યારે.

Translation

BG 6.18: પૂર્ણ અનુશાસન દ્વારા તેઓ તેમના મનને સ્વાર્થી લાલસાઓમાંથી હટાવવાનું શીખી લે છે અને તેને આત્માના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં તલ્લીન કરી દે છે. આવા મનુષ્યો યોગમાં સ્થિત કહેવાય છે અને તેઓ ઇન્દ્રિયોની સર્વ વાસનાઓથી મુક્ત હોય છે.

Commentary

મનુષ્ય યોગની સાધના ક્યારે પૂર્ણ કરે છે? તેનો ઉત્તર છે કે જ્યારે ચિત્ત પૂર્ણપણે ભગવાનમાં કેન્દ્રિત અને સ્થિત થઈ જાય. ત્યારે સાથોસાથ અને આપોઆપ ઇન્દ્રિયોની લાલસાઓ અને સંસારી સુખોની ઈચ્છાઓ ધીમે ધીમે દૂર થઈ જાય છે. તે સમયે તે મનુષ્યને યુક્ત અથવા તો પૂર્ણ યોગમાં સ્થિત માનવામાં આવે છે. આ જ અધ્યાયના અંતમાં તેઓ એમ પણ કહે છે: “સર્વ યોગીઓમાં જેનું મન સદા મારામાં તલ્લીન રહે છે અને જે મારી ભક્તિમાં પૂર્ણ શ્રદ્ધા સાથે વ્યસ્ત રહે છે, તેમને હું સર્વશ્રેષ્ઠ માનું છે.” (શ્લોક ૬.૪૭)