યથા દીપો નિવાતસ્થો નેઙ્ગતે સોપમા સ્મૃતા ।
યોગિનો યતચિત્તસ્ય યુઞ્જતો યોગમાત્મનઃ ॥૧૯॥
યથા—જેમ; દીપ—દીવો; નિવાત-સ્થ:—વાયુરહિત સ્થાન; ન—નહીં; ઈંગતે—અસ્થિર થાય છે; સા—આ; ઉપમા—સમાનતા; સ્મૃતા—માનવામાં આવે છે; યોગિન:—યોગીની; યત-ચિત્તસ્ય—જેનું મન અનુશાસિત છે; યુગ્જંત:—સતત સાધના યુક્ત; યોગમ્—ધ્યાનમાં; આત્માન:—પરમાત્મામાં.
Translation
BG 6.19: જે પ્રમાણે વાયુરહિત સ્થાનમાં દીપક અસ્થિર થતો નથી તે જ પ્રમાણે યોગીનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે.
Commentary
આ શ્લોકમાં શ્રીકૃષ્ણ દીવાની જ્યોતની ઉપમા દ્વારા સમજાવે છે. જયારે વાયુ હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ જ્યોત અસ્થિર રહે છે અને તેને નિયંત્રિત રાખવી અશક્ય હોય છે. પરંતુ વાયુરહિત સ્થાનમાં જ્યોત એક ચિત્રમાં હોય એવી જ સ્થિર રહે છે. એ જ પ્રમાણે, મન પ્રાકૃતિક રીતે જ ચંચળ હોય છે અને તેને નિયંત્રિત કરવું અતિ કઠિન હોય છે. પરંતુ જયારે યોગીનું મન મંત્રમુગ્ધ થઈને ભગવાનમાં મય થઇ જાય છે ત્યારે તે ઈચ્છાઓરૂપી વાયુ સામે આશ્રય બની જાય છે. આવો યોગી ભક્તિની શક્તિથી મનને સતત નિયંત્રણમાં રાખે છે.