Bhagavad Gita: Chapter 3, Verse 23

યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિતઃ ।
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥ ૨૩॥

યદિ—જો; હિ—નિશ્ચિત; અહમ્—હું; ન—નહીં; વર્તેયમ્—આ રીતે વ્યસ્ત રહું છું; જાતુ—ક્યારેય; કર્મણિ—નિયત કાર્યો કરવામાં; અતંદ્રિત:—સાવધાન રહીને; મમ—મારો; વર્ત્મ—માર્ગ; અનુવર્તન્તે—અનુસરણ કરશે; મનુષ્યા:—મનુષ્ય; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; સર્વશ:—સર્વ પ્રકારે.

Translation

BG 3.23: જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું, તો હે પાર્થ, સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે.

Commentary

પૃથ્વી પરની તેમની દિવ્ય લીલાઓમાં શ્રીકૃષ્ણ રાજા અને મહાન અધિનાયકની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમણે લૌકિક સંસારમાં, ધાર્મિકતામાં અગ્રેસર એવા વૃષ્ણી વંશના રાજા વાસુદેવના પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો હતો. જો શ્રીકૃષ્ણે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કર્યું ના હોત તો ઘણી ઓછી વ્યક્તિઓ એમ માનીને તેમનાં પદચિહ્નોનું અનુસરણ કરત કે તે કર્તવ્યોનું ઉલ્લંઘન કરવું એ ઉચિત વ્યવહાર છે. શ્રી કૃષ્ણ કહે છે કે, માનવજાતને કુમાર્ગે દોરવાનો દોષ તેમના પર લાગત.