Bhagavad Gita: Chapter 11, Verse 17

કિરીટિનં ગદિનં ચક્રિણં ચ
તેજોરાશિં સર્વતો દીપ્તિમન્તમ્ ।
પશ્યામિ ત્વાં દુર્નિરીક્ષ્યં સમન્તાદ્
દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ્ ॥ ૧૭॥

કિરીટિનમ્—મુકુટથી સુશોભિત; ગદિનમ્—ગદાધારી; ચક્રિણમ્—ચક્ર સહિત; ચ—અને; તેજ:-રાશિમ્—તેજનો સ્ત્રોત; સર્વત:—સર્વત્ર; દીપ્તિમંતમ્—પ્રકાશમાન; પશ્યામિ—હું જોઉં છું; ત્વામ્—આપને; દુર્નિરીક્ષ્યમ્—જોવામાં કઠિન; સમન્તાત્—સર્વ દિશાઓમાં; દીપ્ત-અનલ—પ્રજ્વલિત અગ્નિ; અર્ક—સૂર્ય સમાન; દ્યુતિમ્—પ્રકાશ; અપ્રમેયમ્—અમાપ.

Translation

BG 11.17: અનેક મુકુટોથી અલંકૃત તથા ગદા અને ચક્રથી સજ્જ, તેજના ધામ સમાન સર્વત્ર દૈદીપ્યમાન આપનાં સ્વરૂપના હું દર્શન કરું છું. આપનાં અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે, જે સૂર્યના પ્રકાશ સમાન સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યું છે.

Commentary

પ્રાકૃત આંખોથી કોઈપણ અતિ પ્રકશિત પદાર્થને જોઈને અંધાપો આવી જાય છે. અર્જુનની સમક્ષ સહસ્ર પ્રજ્વલિત સૂર્યોથી અધિક તેજસ્વી રૂપ હતું. જે પ્રકારે સૂર્ય પ્રકાશ આંખોને આંજી દે છે, તેમ વિશ્વરૂપ નેત્રો માટે અત્યંત તેજસ્વી હતું. તે આ વિશ્વરૂપનું દર્શન કરી શક્યો કારણ કે તેણે ભગવાન પાસેથી દિવ્ય નેત્રો પ્રાપ્ત કર્યા હતા.

આ વિશ્વરૂપની અંતર્ગત અર્જુને ભગવાન વિષ્ણુનાં ચાર પ્રસિદ્ધ ચિહ્નો—ગદા, શંખ, ચક્ર તથા કમળ—સહિત ચતુર્ભુજ સ્વરૂપનાં પણ દર્શન કર્યા.