Bhagavad Gita: Chapter 11, Verse 15

અર્જુન ઉવાચ ।
પશ્યામિ દેવાંસ્તવ દેવ દેહે
સર્વાંસ્તથા ભૂતવિશેષસઙ્ઘાન્ ।
બ્રહ્માણમીશં કમલાસનસ્થ-
મૃષીંશ્ચ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન્ ॥ ૧૫॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; પશ્યામિ—હું જોઉં છું; દેવાન્—સર્વ દેવો; તવ—આપના; દેવ—ભગવાન; દેહે—શરીરમાં; સર્વાન્—સમસ્ત; તથા—તેમજ; ભૂત વિશેષ-સંધાન—ભિન્ન જીવોનો સમુદાય; બ્રહ્માણમ્—બ્રહ્માજી; ઈશમ્—શિવજી; કમલ-આસનસ્થમ્—કમળ પુષ્પ પર બિરાજમાન; ઋષીન્—ઋષિઓ; ચ—અને; સર્વાન્—સર્વ; ઉરગાન્—સર્પો; ચ—અને; દિવ્યાન્—દિવ્ય.

Translation

BG 11.15: અર્જુને કહ્યું, હે શ્રીકૃષ્ણ! હું આપના શરીરમાં સર્વ દેવોને તથા ભિન્ન જીવોનાં સમુદાયોને જોઉં છું. હું કમળ પુષ્પ પર બિરાજમાન બ્રહ્માને જોઉં છું; હું ભગવાન શિવજીને, સર્વ ઋષિમુનિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું.

Commentary

અર્જુને જણાવ્યું કે તે સ્વર્ગીય લોકના દેવો સહિત ત્રણેય લોકોનાં અસંખ્ય જીવોને જોઈ રહ્યો છે. કમલાસનસ્થમ્  શબ્દનો ઉપયોગ બ્રહ્માજી માટે થયો છે, જેઓ બ્રહ્માંડનાં કમળ-વલય પર બિરાજમાન રહે છે. ભગવાન શિવ, વિશ્વામિત્ર સમાન ઋષિઓ તથા વાસુકિ સમાન સર્પો આ સર્વ વિશ્વરૂપમાં દૃશ્યમાન થાય છે.