Bhagavad Gita: Chapter 11, Verse 22

રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા
વિશ્વેઽશ્વિનૌ મરુતશ્ચોષ્મપાશ્ચ ।
ગન્ધર્વયક્ષાસુરસિદ્ધસઙ્ઘા
વીક્ષન્તે ત્વાં વિસ્મિતાશ્ચૈવ સર્વે ॥ ૨૨॥

રુદ્ર—શિવજીના સ્વરૂપો; આદિત્યા:—આદિત્યો; વસવ:—વસુઓ; યે—આ, ચ—અને; સાધ્યા:—સાધ્યો; વિશ્વે—વિશ્વદેવો; અશ્વિનૌ—અશ્વિની કુમારો; મરુત:—મરુતો; ચ—અને; ઉષ્મ-પા:—પિતૃઓ; ચ—અને; ગન્ધર્વ—ગંધર્વો; યક્ષ—યક્ષો; અસુર—દૈત્યો; સિદ્ધ—સિદ્ધજનો; સંઘા:—સમૂહો; વીક્ષન્તે—જોઈ રહ્યા છે; ત્વામ્—આપને; વિસ્મિતા—વિસ્મયથી; ચ—અને; એવ—નિશ્ચિત; સર્વે—સર્વ.

Translation

BG 11.22: રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરૂતો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો, અસુરો તથા સિદ્ધો આ સર્વ આપનું વિસ્મિત થઈને દર્શન કરી રહ્યા છે.

Commentary

આ સર્વ વિભૂતિઓ ભગવાનની શક્તિથી તેમના સ્થાન પ્રાપ્ત કરે છે તથા તેઓ સૃષ્ટિનાં નિયમોને માન આપીને તેમનાં ઉત્તરદાયિત્ત્વનું પાલન કરે છે. આ પ્રમાણે, તેઓ આશ્ચર્ય સાથે ભગવાનના વિશ્વરૂપનું દર્શન કરે છે, તેવો ઉલ્લેખ થયો છે.