Bhagavad Gita: Chapter 11, Verse 16

અનેકબાહૂદરવક્ત્રનેત્રં
પશ્યામિ ત્વાં સર્વતોઽનન્તરૂપમ્ ।
નાન્તં ન મધ્યં ન પુનસ્તવાદિં
પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ ॥ ૧૬॥

અનેક—ઘણા; બાહુ—ભુજાઓ; ઉદર—પેટ; વક્ત્ર—મુખ; નેત્રમ્—આંખો; પશ્યામિ—હું જોઉં છું; ત્વામ્—આપને; સર્વત:—પ્રત્યેક દિશાઓમાં; અનંત-રૂપમ્—અનંત રૂપે; ન અન્તમ્—અંતરહિત; ન—નહીં; મધ્યમ્—મધ્ય; ન—નહીં; પુન:—ફરીથી; તવ—આપનો; આદિમ્—પ્રારંભ; પશ્યામિ—હું જોઉં છું; વિશ્વ-ઈશ્વર—બ્રહ્માંડનાં સ્વામી; વિશ્વરૂપ—બ્રહ્માંડ રૂપે.

Translation

BG 11.16: હે જગન્નાથ! હે વિશ્વેશ્વર! હું અસંખ્ય ભુજાઓ, ઉદરો, મુખો તથા નેત્રો સહિત આપનાં અનંત રૂપોને જોઉં છું, જે સર્વ દિશાઓમાં વ્યાપ્ત છે. હું આપમાં કોઈ આદિ, મધ્ય અને અંતને જોતો નથી.

Commentary

અર્જુન બે સંબોધનોનો પ્રયોગ કરે છે—વિશ્વેશ્વર અર્થાત્ “બ્રહ્માંડનાં નિયંતા” અને વિશ્વરૂપ અર્થાત્ “બ્રહ્માંડ સ્વરૂપ”. અર્જુને કહ્યું કે “હે શ્રીકૃષ્ણ! આ બ્રહ્માંડ એ આપની અભિવ્યક્તિ સિવાય કંઈ નથી. આપ પરમ સ્વામી છો.” આગળ તે આ સ્વરૂપની વિશાળતાની જે અનુભૂતિ કરી રહ્યો છે, તેની અભિવ્યક્તિ કરતાં કહે છે કે તે જે પણ દિશામાંથી જોવે છે ત્યાં તેને શ્રીકૃષ્ણના પ્રાગટયનો કોઈ અંત મળતો નથી. જયારે તે આદિની શોધ કરે છે તો તે શોધવા માટે અસમર્થ છે. જયારે તે તેનો મધ્ય શોધવાનો પ્રયત્ન કરે છે તો પુન: કોઈ સફળતા પ્રાપ્ત થતી નથી તથા તે અંત શોધે છે તો તેની સમક્ષ પ્રગટ આ વિહંગમ દૃશ્યની કોઈ સીમા શોધી શકતો નથી.