Bhagavad Gita: Chapter 11, Verse 49

મા તે વ્યથા મા ચ વિમૂઢભાવો
દૃષ્ટ્વા રૂપં ઘોરમીદૃઙ્મમેદમ્ ।
વ્યપેતભીઃ પ્રીતમનાઃ પુનસ્ત્વં
તદેવ મે રૂપમિદં પ્રપશ્ય ॥ ૪૯॥

મા—ન થાઓ; તે—તને; વ્યથા—ભય; મા—ન થાઓ; ચ—અને; વિમૂઢ-ભાવ:—મોહ; દૃષ્ટ્વા—જોઇને; રૂપમ્—રૂપ; ઘોરમ્—ભયંકર; ઈદૃક્—આવું; મમ—મારું; ઈદમ્—આ; વ્યપેત-ભી:—ભયથી મુક્ત; પ્રીત-મના:—પ્રસન્ન ચિત્ત; પુન:—ફરીથી; ત્વમ્—તું; તત્ એવ—એ જ; મે—મારું; રૂપમ્—રૂપ; ઈદમ્—આ; પ્રપશ્ય—જો.

Translation

BG 11.49: તું મારા આ ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા કે ન તો વિચલિત થા. ભયથી મુક્ત થા અને પ્રસન્ન ચિત્તે પુન: મને મારા સાકાર સ્વરૂપમાં જો.

Commentary

શ્રીકૃષ્ણ અર્જુનને નિરંતર શાંત પાડતાં કહે છે કે ભયભીત થવાને બદલે તેણે વિશ્વરૂપનાં દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે માટે ધન્યતા અનુભવવી જોઈએ. આગળ તેઓ અર્જુનને કહે છે કે તેમનાં સાકાર સ્વરૂપને જો અને ભયથી મુક્ત થા.