Bhagavad Gita: Chapter 2, Verse 57

યઃ સર્વત્રાનભિસ્નેહસ્તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્ ।
નાભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૭॥

ય:—જે; સર્વત્ર—સર્વ પરિસ્થિતિમાં; અનભિસ્નેહ:—સ્નેહ રહિત; તત્—તે; તત્—તે; પ્રાપ્ય—પ્રાપ્ત કરીને; શુભ—સારું; અશુભમ્—ખરાબ; ન—નહીં; અભિનન્દતિ—પ્રશંસા કરે છે; ન—કદી નહીં; દ્વેષ્ટિ—દ્વેષ કરે છે; તસ્ય—તેનું; પ્રજ્ઞા—જ્ઞાન; પ્રતિષ્ઠિતા—દૃઢ.

Translation

BG 2.57: જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિરહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી, તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે.

Commentary

રુડયાર્ડ કિપલિંગ નામના પ્રખ્યાત બ્રિટીશ કવિએ સ્થિતપ્રજ્ઞ (સ્થિર બુદ્ધિયુક્ત સાધુ) અંગેના આ શ્લોકના અર્કને તેની પ્રચલિત કવિતા ‘જો’ માં સમાવી લીધો છે. આ કવિતાની કેટલીક પંક્તિઓ અહીં પ્રશસ્ત છે:

જો તમે સ્વપ્ન જોઈ શકો—અને સ્વપ્નને તમારા માલિક બનવા ના દો;

જો તમે વિચારી શકો—અને વિચારોને તમારું ધ્યેય બનવા ના દો;

જો તમે વિજય અને આપત્તિઓનો સામનો કરો,

અને બંને ભ્રમણાઓમાં સમાન રીતે વર્તી શકો...

જો ના તો શત્રુઓ કે ના તો પ્રેમાળ મિત્રો તમને આહત કરી શકે;

જો સર્વ માનવો તમને પોતાના ગણી શકે, પણ અત્યાધિક નહિ:

જો તમે અક્ષમ્ય ઘડીને ૬૦ ક્ષણોના મૂલ્યના અંતરથી ભરી શકો .....

તો સમગ્ર પૃથ્વી અને તેનું સર્વસ્વ તમારું છે.

અને- તેનાથી અધિક- તમે માનવ થશો, મારા પુત્ર!

આ કવિતાની પ્રચલિતતા લોકોમાં પ્રબુદ્ધ-અવસ્થાએ પહોંચવાની પ્રાકૃતિક ઝંખના દર્શાવે છે જેનું શ્રી કૃષ્ણ અર્જુનને વર્ણન કરે છે. કોઈને આશ્ચર્ય પણ થાય કે એક અંગ્રેજી કવિ એ જ પ્રબુદ્ધ અવસ્થાની અભિવ્યક્તિ કેવી રીતે કરી શક્યા જે પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ દ્વારા વર્ણવવામાં આવી છે. વાસ્તવિકતા એ છે કે પ્રબુદ્ધતાની ઝંખના એ આત્માની મૂળ આંતરિક વૃત્તિ છે. તેથી, વિશ્વની સર્વ સંસ્કૃતિઓમાં પ્રત્યેક વ્યક્તિ જાણતાં કે અજાણતાં તેના માટેની ઝંખના રાખે છે. શ્રી કૃષ્ણ અહીં તેનું વર્ણન અર્જુનના પ્રશ્નની પ્રતિક્રિયા તરીકે કરે છે.