Bhagavad Gita: Chapter 2, Verse 30

દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત ।
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૩૦॥

દેહી—આત્મા જે શરીરમાં રહે છે: નિત્યમ્—શાશ્વત; અવધ્ય:—વધ ન કરી શકાય એવો, અવિનાશી; અયમ્—આ આત્મા; દેહે—શરીરમાં; સર્વસ્ય—બધાના; ભારત—ભરતવંશી, અર્જુન; તસ્માત્—તેથી; સર્વાણિ—બધાં; ભૂતાનિ—જીવો; ન—નહીં; ત્વમ્—તું; શોચિતુમ્—શોક કરવા માટે; અર્હસિ—યોગ્ય છે.

Translation

BG 2.30: હે અર્જુન! શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે; તેથી તારે કોઈપણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં.

Commentary

ઉપદેશની આ વ્યાખ્યાનમાળામાં, શ્રી કૃષ્ણ વારંવાર કોઈ ચોક્કસ વિભાવનાને થોડાક શ્લોકોમાં સમજાવે છે અને પશ્ચાત, આ ઉપદેશોના સાર રૂપે શ્લોક કહે છે. આ શ્લોક આત્માની શાશ્વતતા અને તેની શરીરથી ભિન્નતાના ઉપદેશનો સાર છે.