Bhagavad Gita: Chapter 2, Verse 68

તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૮॥

તસ્માત્—માટે; યસ્ય—જેની; મહા-બાહો—મહાન ભુજાઓવાળા; નિગૃહીતાનિ—સંયમિત; સર્વશ:—સર્વથા; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; ઇન્દ્રિય-અર્થેભ્ય:—ઇન્દ્રિય વિષયોથી; તસ્ય—તેની; પ્રજ્ઞા—અલૌકિક જ્ઞાન; પ્રતિષ્ઠિતા—સ્થિર.

Translation

BG 2.68: તેથી હે મહાબાહુ અર્જુન! જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે, તે દૃઢપણે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે.

Commentary

પ્રબુદ્ધ આત્માઓ ગુણાતીત જ્ઞાન દ્વારા બુદ્ધિને નિયંત્રિત કરે છે.પશ્ચાત્, શુદ્ધ થયેલી બુદ્ધિથી તેઓ મનને સંયમિત કરે છે અને મનનો ઉપયોગ ઇન્દ્રિયોને વશમાં રાખવા કરે છે. જો કે, માયિક અભિસંધિત અવસ્થામાં આનાથી વિપરીત બને છે. ઇન્દ્રિયો મનને તેમની દિશામાં આકર્ષે છે; મન બુદ્ધિને પરાજિત કરી દે છે; અને બુદ્ધિ કલ્યાણની દિશામાંથી ચ્યુત થઈ જાય છે. આથી, શ્રી કૃષ્ણ કહે છે કે જો આધ્યાત્મિક જ્ઞાન દ્વારા બુદ્ધિ શુદ્ધ થઈ જશે તો ઇન્દ્રિયો નિયંત્રિત રહેશે; અને જયારે ઇન્દ્રિયો અંકુશમાં હોય તો બુદ્ધિ દિવ્ય જ્ઞાનના માર્ગ પરથી વિચલિત થતી નથી.