સઞ્જય ઉવાચ ।
એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરન્તપ ।
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ ॥ ૯॥
સંજય ઉવાચ—સંજય બોલ્યા; એવમ્—આ; ઉક્તવા—કહીને; હૃષીકેશમ્—કૃષ્ણ, ઇન્દ્રિયોના સ્વામી; ગુડાકેશ:—અર્જુન, નિદ્રા પર વિજય મેળવનાર; પરંતપ:—અર્જુન, શત્રુનું દમન કરનાર; ન યોત્સ્યે—હું લડીશ નહિ; ઇતિ—એમ; ગોવિન્દમ્—કૃષ્ણ, ઇન્દ્રિયોને આનંદ આપનાર; ઉક્ત્વા—સંબોધીને; તૂષ્ણીમ્—મૌન; બભૂવ—થયો; હ—તે થયો.
Translation
BG 2.9: સંજયે કહ્યું: આ પ્રમાણે બોલ્યા પછી, શત્રુઓનું દમન કરનાર ગુડાકેશે, હૃષીકેશને સંબોધીને કહ્યું: “હે ગોવિંદ! હું લડીશ નહિ” અને મૌન થઈ ગયો.
Commentary
વિચક્ષણ સંજય, ધૃતરાષ્ટ્ર પાસે કરેલા વૃતાંતમાં નિર્દિષ્ટ કરેલ વ્યક્તિઓ માટે નામોનો ઉપયોગ ખૂબ હોશિયારીથી કરે છે. અહીં, અર્જુનને ગુડાકેશ અથવા તો “નિદ્રા પર વિજય પ્રાપ્ત કરનાર” કહીને સંબોધિત કરવામાં આવ્યા છે. નિદ્રા એક એવી શક્તિ છે, જેને વહેલા કે મોડા દરેક જીવિત પ્રાણી વશીભૂત થઈ જાય છે. પરંતુ, પોતાની નિર્ણયાત્મક શક્તિથી અર્જુને સ્વયંને એ પ્રકારે અનુશાસિત કરેલ કે નિદ્રા તેની સમીપ ત્યારે જ આવી શકતી, જયારે તે પરવાનગી આપે અને તે પણ તેની પસંદગીના સમયની અવધિ જેટલી જ. અર્જુન માટે ગુડાકેશ નામનો ઉપયોગ કરીને, સંજય ધૃતરાષ્ટ્રને માર્મિક રીતે ઈંગિત કરે છે, “જે રીતે આ ‘મનુષ્યોમાં મહાનાયક’એ નિદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો છે, તે જ રીતે તે તેના વિષાદ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લેશે.”
તથા શ્રીકૃષ્ણ માટે તેઓ હૃષીકેશ, અથવા તો “મન અને ઇન્દ્રિયોના સ્વામી” શબ્દનો ઉપયોગ કરે છે. અહીં માર્મિક સંકેત એ છે કે, જે સ્વયંની ઇન્દ્રિયોના સ્વામી છે, તે નિશ્ચિત રૂપે ખાતરી કરી લેશે કે તમામ ઘટનાઓનું યથોચિત પ્રબંધન થયું હોય.