શૌર્યં તેજો ધૃતિર્દાક્ષ્યં યુદ્ધે ચાપ્યપલાયનમ્ ।
દાનમીશ્વરભાવશ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ્ ॥ ૪૩॥
શૌર્યમ્—શૌર્ય; તેજ:—શક્તિ; ધૃતિ:—મનોબળ; દાક્ષ્યમ્ યુદ્ધે—શસ્ત્રોમાં પારંગતતા; ચ—અને; અપિ—પણ; અપલાયનમ્—પીછેહઠ ન કરવી; દાનમ્—હૃદયની વિશાળતા; ઈશ્વર—નેતૃત્ત્વ; ભાવ:—સ્વભાવ; ચ—અને; ક્ષાત્રમ્—યોદ્ધા અને વહીવટીઓનો વર્ગ; કર્મ—કર્મ; સ્વભાવ-જમ્—પોતાના આંતરિક ગુણો સાથે જન્મેલા.
Translation
BG 18.43: શૌર્ય, શક્તિ, મનોબળ, શાસ્ત્રોમાં પારંગતતા, યુદ્ધક્ષેત્રમાંથી કદાપિ પીછેહઠ ન કરવાનો સંકલ્પ, દાનમાં હૃદયની વિશાળતા, નેતૃત્ત્વનું સામર્થ્ય આ ક્ષત્રિયોના કર્મ માટેના સ્વાભાવિક ગુણો છે.
Commentary
જેમનો સ્વભાવ પ્રમુખપણે સત્ત્વગુણ મિશ્રિત રાજસિક હતો, તેઓ ક્ષત્રિયો હતા. જેનાથી તેઓ રાજવી, પરાક્રમી, બહાદુર, આધિપત્ય ધરાવતા અને દાની બન્યા. તેમના ગુણો યુદ્ધો અને નેતૃત્ત્વના કાર્યો માટે અનુકૂળ હતા. તેમણે વહીવટી વર્ગની રચના કરી, જે રાષ્ટ્ર પર શાસન કરતો. છતાં, તેમણે અનુભવ્યું કે તેઓ બ્રાહ્મણો જેટલા વિદ્વાન તથા પવિત્ર નથી. તેથી, તેઓ બ્રાહ્મણોનું સન્માન કરતા અને વૈચારિક, આધ્યાત્મિક અને નીતિ વિષયક માર્ગદર્શન મેળવતા.