Bhagavad Gita: Chapter 18, Verse 64

સર્વગુહ્યતમં ભૂયઃ શૃણુ મે પરમં વચઃ ।
ઇષ્ટોઽસિ મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ્ ॥ ૬૪॥

સર્વ-ગુહ્ય-તમમ્—સર્વાધિક ગુહ્ય; ભૂય:—પુન:; શ્રુણુ—સાંભળ; મે—મારી પાસેથી; પરમમ્—પરમ; વચ:—આદેશ; ઈષ્ટ: અસિ—તું પ્રિય છે; મે—મને; દૃઢમ્—અતિ; ઇતિ—એમ; તત:—કારણ કે વક્ષ્યામિ—હું બોલી રહ્યો છું; તે—તારા; હિતમ્—હિત.

Translation

BG 18.64: પુન: મારા પરમ ઉપદેશનું શ્રવણ કર, જે સર્વ જ્ઞાનોમાં ગુહ્યતમ છે. હું તારા હિતાર્થે તેનું પ્રાગટ્ય કરું છું, કારણ કે તું મને અતિ પ્રિય છે.

Commentary

એક શિક્ષક ગૂઢ રહસ્ય જાણતો હોય પરંતુ એ આવશ્યક નથી કે તે તેનાં વિદ્યાર્થી પાસે તે પ્રગટ કરે. તે પ્રદાન કરવા પૂર્વે તે વિદ્યાર્થીની તેને પ્રાપ્ત કરવા, તેનું ગ્રહણ કરવા તથા તેનો લાભ મેળવવા અંગેની તૈયારી જેવી અનેક બાબતોનું ધ્યાન રાખે છે. ભગવદ્દ-ગીતાના પ્રારંભમાં, અર્જુન તે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો, તેનાથી વિક્ષિપ્ત હતો અને તે માટે તેણે શ્રીકૃષ્ણનું માર્ગદર્શન માંગ્યુ હતું. ભગવાને અઢારમા અધ્યાય સુધી, તેની સમજશક્તિને ધીમે ધીમે ઉન્નત કરીને, અતિ કાળજીપૂર્વક અને પરામર્શ દ્વારા તેને જ્ઞાન આપ્યું. અર્જુન દ્વારા ઉપદેશોનું યથાર્થ ગ્રાહ્ય થતું જોઈને, શ્રીકૃષ્ણ હવે એ વિશ્વાસનો અનુભવ કરે છે કે તે અંતિમ અને સર્વાધિક ગૂઢ જ્ઞાન ગ્રહણ કરવા સમર્થ છે. આગળ તેઓ કહે છે કે ઇષ્ટો ‘સિ મે દૃઢમિતિ અર્થાત્ “હું તારી સમક્ષ આ બોલી રહ્યો છું, કારણ કે તું મારો અતિ પ્રિય મિત્ર છે. તેથી મને તારી અત્યાધિક કાળજી છે અને હું તારા સર્વથા કલ્યાણની નિષ્ઠાપૂર્વક કામના કરું છું.”