સુખં ત્વિદાનીં ત્રિવિધં શૃણુ મે ભરતર્ષભ ।
અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાન્તં ચ નિગચ્છતિ ॥ ૩૬॥
સુખમ્—સુખ; તુ—પરંતુ; ઈદાનીમ્—હવે; ત્રિ-વિધમ્—ત્રણ પ્રકારના; શ્રુણુ—સાંભળ; મે—મારી પાસેથી; ભારત-ઋષભ—ભરતશ્રેષ્ઠ, અર્જુન; અભ્યાસાત્—અભ્યાસથી; રમતે—ભોગવે છે; યત્ર—જેમાં; દુઃખ-અન્તમ્—સર્વ દુ:ખોનો અંત; ચ—અને; નિગચ્છતિ—પહોંચે છે.
Translation
BG 18.36: હે અર્જુન, હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો અંગે સાંભળ, જેમાં દેહધારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંત સુધી પણ પહોંચી શકે છે.
Commentary
અગાઉના શ્લોકમાં, શ્રીકૃષ્ણે કર્મના ઘટકો અંગે ચર્ચા કરી. પશ્ચાત્ તેમણે કર્મને પ્રેરિત કરતાં અને નિયંત્રિત કરતાં પરિબળોનું વર્ણન કર્યું. હવે, તેઓ કર્મના ધ્યેયનું વર્ણન કરવા જઈ રહ્યા છે. લોકોનાં કર્મ પાછળનું ચરમ ઉદ્દેશ્ય આનંદની શોધ હોય છે. પ્રત્યેક વ્યક્તિ આનંદની કામના કરે છે તથા તેમનાં કર્મો દ્વારા પરિપૂર્ણતા, શાંતિ અને સંતુષ્ટિની શોધ કરે છે. પરંતુ પ્રત્યેક વ્યક્તિના કર્મો તેમના ઘટકો અને પરિબળોને કારણે ભિન્નતા ધરાવતા હોવાથી, જે પ્રકારના સુખ તેઓ તેમનાં કર્મોમાંથી પ્રાપ્ત કરે છે, તે પણ ભિન્ન હોય છે. શ્રીકૃષ્ણ હવે સુખની ત્રણ શ્રેણીઓ અંગે વ્યાખ્યા કરી રહ્યા છે.