શમો દમસ્તપઃ શૌચં ક્ષાન્તિરાર્જવમેવ ચ ।
જ્ઞાનં વિજ્ઞાનમાસ્તિક્યં બ્રહ્મકર્મ સ્વભાવજમ્ ॥ ૪૨॥
શમ:—શાંતિ; દમ:—સંયમ; તપ:—તપ; શૌચમ્—પવિત્રતા; ક્ષાન્તિ:—ધીરજ; આર્જવમ્—સત્યનિષ્ઠા; એવ—નિશ્ચિતપણે; ચ—અને; જ્ઞાનમ્—જ્ઞાન; વિજ્ઞાનમ્—વિદ્વત્તા; આસ્તિકયમ્—ભાવિની માન્યતા; બ્રહ્મ—પૂજારી વર્ગ; કર્મ—કર્મ; સ્વભાવ-જમ્—પોતાના અંતર્ગત સ્વભાવથી જન્મેલ.
Translation
BG 18.42: શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપશ્ચર્યા, પવિત્રતા, ધૈર્ય, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિદ્વત્તા તથા ભવિષ્યમાં વિશ્વાસ—આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે.
Commentary
જે લોકો પ્રમુખપણે સાત્ત્વિક પ્રકૃતિ ધરાવતા હતા, તેઓ બ્રાહ્મણ હતા. તપશ્ચર્યા કરવી, મનની પવિત્રતા માટે સાધના કરવી, ભક્તિ કરવી તથા પોતાના દૃષ્ટાંત દ્વારા અન્યને પ્રેરણા આપવી એ તેમનું પ્રાથમિક કર્તવ્ય હતું. આમ, તેઓ પાસે સહિષ્ણુતા, નમ્રતા અને આધ્યાત્મિક મનોવૃત્તિની અપેક્ષા રાખવામાં આવતી. તેઓ પાસે પોતાના માટે તથા અન્ય વર્ગો માટે વૈદિક કર્મકાંડોનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. જ્ઞાન માટેનો પ્રેમ એ તેમની સ્વાભાવિક વૃત્તિ હતી. તેથી, શિક્ષણ—જ્ઞાનનું સંવર્ધન અને તેને અન્ય સાથે વહેંચવું—તેમને માટે અનુકૂળ રહેતું. યદ્યપિ તેઓ સરકારી વહીવટમાં ભાગ લેતા ન હતા, તથાપિ તેઓ અધિકારીઓને માર્ગદર્શન આપતા. તેઓ શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતા હોવાથી સામાજિક અને રાજનૈતિક વિષયો અંગેના તેમના દૃષ્ટિકોણને અતિ મહત્ત્વ અપાતું.